આયુર્વેદના ઇતિહાસ પર જો નજર નાખીએ તો
એની ઉત્પત્તિ મહર્ષિ દેવતા બ્રહ્માજી દ્વારા થઇ. જેમણે બ્રહ્મસંહિતાની રચના કરી. કહેવાય છે કે બ્રહ્મસંહિતામાં દસ લાખ શ્લોક તથા
એક હજાર અઘ્યાય હતા, પરંતુ આધુનિક
કાળમાં આ ગ્રંથ ઉપલબ્ધ નથી.
આયુર્વેદના જ્ઞાનના આદિ સ્ત્રોત વેદને માનવામાં આવે છે. જોકે આયુર્વેદનું વર્ણન ચારોં વેદોંમાં કરવામાં આવ્યું છે,
પણ અથર્વવેદ સાથે અધિક સામ્યતા
હોવાને કારણે મહર્ષિ સુશ્રુતજીએ ઉપાંગ અને મહર્ષિ વાગ્ભટ્ટજીએ
ઉપવેદને સ્ત્રોત તરીકે ગણાવ્યું છે. મહર્ષિ ચરકજીએ પણ અથર્વવેદ સાથે
સૌથી વધુ વિવરણ મળવાને કારણે આયુર્વેદને અર્થવવેદ સાથે જોડ્યું છે.આ કડીમાં ઋગ્વેદ માં આયુર્વેદને ઉપવેદ સંજ્ઞા આપવામાં આવી છે. મહાભારતમાં પણ આયુર્વેદને ઉપવેદ કહેવામાં આવ્યો છેઢાંચો:તથ્ય. પુરાણોંમાં પણ વર્ણન પ્રાપ્ત થાય છે:તથ્ય. બ્રહ્મવૈવર્તપુરાણમાં આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવ્યો :તથ્ય. વાસ્તવમાં કોઇપણ વૈદિક સાહિત્યમાં આયુર્વેદ શબ્દનું વર્ણન મળતું નથી, છતાં મહર્ષિ પાણિનિ દ્વારા રચિત ગ્રંથ અષ્ટાધ્યાયીમાં આયુર્વેદ શબ્દ પ્રાપ્ત થાય છે
આયુર્વેદનું સમ્પૂર્ણ વર્ણન પ્રમુખ રૂપે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં કરવામાં આવ્યું છે. અન્ય સંહિતાઓં જેમ કે કાશ્યપ સંહિતા, હરીત સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે, પણ તે સમ્પૂર્ણ નથી. અષ્ટાઙ્ગ સંગ્રહ, અષ્ટાઙ્ગ હૃદય, ભાવ પ્રકાશ, માધવ નિદાન ઇત્યાદિ ગ્રંથોંનું સૃજન ચરક અને સુશ્રુતને આધાર બનાવી રચના કરવામાં આવી છે. સમય પરિવર્તનની સાથે સાથે નિદાનાત્મક અને ચિકિત્સકીય અનુભવોને લેખકોએ પોતપોતાના દૃષ્ટિકોણ અને વિચારને અનુકૂળ સમજીને સંસ્કૃત ભાષામાં લિપિબદ્ધ કર્યા