Sunday, May 4, 2014

First Class Education: શિક્ષ્‍ાણ ક્ષ્‍ોત્રે સુપરપાવર ચીનનો સપાટો

ર્થિક, વ્યાપારી, સંરક્ષણ વગેરે જેવા ક્ષેત્રે ચીને હરણફાળ ભરીને દુનિયાના વિકસિત તેમજ વિકાસશીલ દેશોને ક્યાંય પાછળ રાખી દીધા છે એ જાણીતી વાત છે. સહેજ ઓછી (તેમજ ભારતે શીખ લેવા જેવી) વાત એ કે હરીફ દેશોને ઓવરટેક કરી ગયેલું ચીન હવે શિક્ષણની બાબતે પણ નંબર વનનો દરજ્જો પ્રાપ્ત કરવા જઇ રહ્યું છે. એક તાજા સમાચાર મુજબ ચીનના શિક્ષણખાતાએ થોડા દિવસ પહેલાં દેશની પ્રાઇમરી એજ્યુકેશન સિસ્ટમમાં સુધારા આણતો દસેક મુદ્દાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો અને દેશવ્યાપી ધોરણે રાતોરાત તેને અમલમાં પણ મૂકી દીધો. આ કાર્યક્રમ મુજબ ચીનની સરકારી કે ખાનગી સ્કૂલોએ હવેથી ૧ થી ૬ ધોરણના વિદ્યાર્થીઓને homework/ગૃહકાર્ય આપવાનું નથી. હોમવર્કની અવેજીમાં દરેક સ્કૂલે વાલીઓના સહયોગમાં વિદ્યાર્થીઓને વિવિધ મ્યૂઝિઅમ્સની, ફેક્ટરીની, એરપોર્ટની, રેલવે સ્ટેશનની તેમજ લાઇબ્રેરીની મુલાકાત કરાવવાની રહેશે. મુલાકાત દરમ્યાન જોયેલી-જાણેલી ચીજવસ્તુઓનું તેમજ જાતઅનુભવોનું વિવરણ વિદ્યાર્થીએ ત્યાર બાદ પોતાની ભાષામાં સ્કૂલશિક્ષક સમક્ષ લેખિત યા મૌખિક સ્વરૂપે રજૂ કરવું રહ્યું.

શૈક્ષણિક સુધારણા કાર્યક્રમના બીજા મુદ્દા મુજબ ચીનની સ્કૂલોએ પ્રાઇમરીના વિદ્યાર્થીઓની અઠવાડિક તેમજ માસિક પરીક્ષાની સંખ્યામાં ઘટાડો કરી દેવાનો છે, જ્યારે ત્રીજો મુદ્દો પરીક્ષાનું ૧૦૦ માર્ક્સવાળું પરંપરાગત માળખું બદલવાનો છે. હવે નવી પ્રણાલિ મુજબ શિક્ષકે તેમના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાને બદલે તેમની યોગ્યતાનું મૂલ્યાંકન excellent, good, qualified, will-be qualified એ ચાર પૈકી એકાદ ગ્રેડ વડે કરવાનું છે. આમ કરવા પાછળનું કારણ ઓછા ગુણ પ્રાપ્ત કરી હતોત્સાહ થનાર તેમજ ભણતરથી વિમુખ થનાર વિદ્યાર્થીનો મોરાલ જાળવી રાખવાનો છે--અને જળવાય તે માત્ર જરૂરી નહિ, અનિવાર્ય છે. ચીનના શિક્ષણખાતાના ફરમાન અનુસાર સ્કૂલ ટાઇમ દરમ્યાન વિદ્યાર્થીઓ રમતગમતની તેમજ ‘જાતે બનાવો’ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં મિનિમમ ૧ કલાક વ્યસ્ત રહે તેની કાળજી ચીનની દરેક સ્કૂલે હવેથી લેવાની રહેશે. વિદ્યાર્થીના શારીરિક તેમજ માનસિક વિકાસ અંગેનો રિપોર્ટ પણ સ્કૂલોએ તૈયાર કરવો પડશે, જેનું શિક્ષણ ખાતાના અધિકારીઓ ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરશે. સ્કૂલટાઇમ પછી બાળકોને ટ્યૂશન ક્લાસમાં મૂકનાર વાલીઓ સામે તેમજ ટ્યૂશન ક્લાસ સામે ચીનના શિક્ષણખાતાએ કડક કાયદાકીય પગલાં લેવાનું નક્કી કર્યું છે.
ચીનની સ્‍કૂલ, જ્યાં ‌બાળકોને ટેબ્‍લેટ કમ્‍પ્યૂટર વડે ઇન્‍ટરએ‌ક્ટીવ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આજે ચીનમાં આવી શાળાઓનો તોટો નથી
આ બધા તેમજ આના જેવા અનેક સુધારા ચીને તેના First Class Education કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ધોરણે સ્કૂલ-કોલેજમાં દર થોડા વખતે આણ્યા છે. આ ભગીરથ કાર્યક્રમ ૨૦૦૩માં શરૂ કરાયો એ પહેલાં ચીનનું શિક્ષણતંત્ર ખાડે ગયેલું હતું. પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓને લખવા-વાંચવાનાં તેમજ સાદા સરવાળા-બાદબાકી કરવાનાં ફાંફાં હતાં. ટૂંકમાં, નવી પેઢી દેશના વિકાસની ધરોહર બને તેવી સંભાવનાઓ પાંખી હતી. એકવીસમી સદીના સુપરપાવર બનવા માગતા ચીને છેવટે શિક્ષણવ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કર્યું અને First Class Education નામનો માસ્ટરપ્લાન ઘડી કાઢ્યો. વખત જતાં દેશનું ઘડતર કરનાર ખુદ નવી પેઢીના ઘડતરનો કાર્યક્રમ ૨૦૦૩માં શરૂ થયો અને સરકારી કાગળિયાં પૂરતો સીમિત રહેવાને બદલે પ્રેક્ટિકલ અમલીકરણ પામ્યો. નવી પેઢીને સ્કૂલ-કોલેજમાં કેવળ પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે તેમને ઇતર વાંચન તેમજ ઇતર પ્રવૃત્તિઓ વડે કેળવવાની (ખાસ તો વિચારતી કરવાની) જવાબદારી સરકારે પોતાના શિરે લીધી ત્યાર પછી ચીની બાળકોમાં સમજશક્તિ તેમજ તર્કશક્તિ ખીલવા લાગી. થોટ પ્રોસેસ ટોપ ગિઅરમાં આવી અને વાંચન પ્રત્યેનો અભિગમ કેળવાયો. આનો પુરાવો એ વાતે મળે કે પંદર વર્ષની વયના વિદ્યાર્થીઓનું ગણિત, વિજ્ઞાન તેમજ વાંચનકૌશલ ચકાસતી PISA/Programme for International Student Assessment નામની આંતરરાષ્ટ્રીય કસોટીમાં ચીની વિદ્યાર્થીઓએ ૨૦૦૯ની સાલમાં મેદાન મારી બતાવ્યું. PISA ની ટેસ્ટમાં કુલ ૭૪ દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચીનનો ક્રમ સૌથી મોખરે રહ્યો. ભારતનો નંબર ૭૩મો હતો. 

સુપરપાવર બનવાની રેસમાં ચીન આપણા કરતાં કેમ આગળ નીકળી ગયું તે સમજાવવું પડે ખરું ? દેશનું ભવિષ્ય નવી પેઢી છે અને તે બૌધિક રીતે ખીલે એ માટે શિક્ષણરૂપી ‘બોધીવૃક્ષ’નાં મૂળિયાં મજબૂત બનાવવાં જોઇએ. ચીન તે કામFirst Class Education કાર્યક્રમ વડે કરી રહ્યું છે. શિક્ષણ વ્યવસ્થાનાં મૂળિયાં જ ચાવી ગયેલા (છતાં મહાસત્તાના મનોરથો સેવતા) આપણા રાજકારણીઓ ચીનના એ પગલાનું અનુકરણ કરે તોય ભયોભયો !
..



તમારા ઘરે જાંબુ , કેરી ખાઈ ને ગોટલા નાખી ના દેશો રાખી મુકો અને જયારે ફેમીલી સાથે જંગલ માં જાવ ત્યારે વાવો અથવા છુટ્ટા ફેકી નાખો જગત માટે નું સુંદર કામ કરશો ,,, ઈશ્વર સદા આપના કાર્ય થી ખુશ રહશે ,, અને તેનું કામ કરવાનો આનદ આવશે    
શાળા શિક્ષકો ને પણ વિનતી કે બાળકોને જંગલ માં ફરવા લઈ જય ત્યારે સાથે આબા ની ગોટલીઓ લઇ જાય ને બાળકો પાસે જગલ માં દુર અથવા તો ઊંચા પર્વત ઉપર નાખવાની હરીફાઈ યોજે ,,,રમત ની રમત ને પરમાત્મા નું કામ બંને થશે

जय आयुर्वेद आप सभी को विनती है की आप के पास कोई प्रकार के जडीबुटी के बिज हो तो हम उसे खरीदना चाहते है अगले moonsoon में हमारा आयुर्वेद प्रेमी मित्र मंडल जंगल में जाकर उन बीजो को बोना चाहते है
हर moonsoon में 10000 लुप्त होनेवाली जडीबुटी के बिज बोते है इसलिए सभी वैध मित्रो से हमारा निवेदन है की आप सभी इस पवित्र और नेक काम में हमारा साथ दे और आप सभी इस तरकी प्रवृति अपने इलाके में जरुर कीजिए
ताकि हम वैध मित्रो आयुर्वेद के रुण से मुक्त हो सके ---------------------------------------
जय धन्वन्तरी
 — feeling happy

ઇતિહાસ રચીને ઇતિહાસ બની રહેલા ભારતના સપૂતો

ઇતિહાસ રચીને ઇતિહાસ બની રહેલા ભારતના સપૂતો
ભારતીય સેના દિવસ/Indian Army Day નિમિત્તે ગઇ પંદરમી જાન્યુઆરીએ નવી દિલ્લીમાં સેનાસચિવના ઓફિશ્યલ બંગલે રાબેતા મુજબ At-Home તરીકે ઓળખાતી ભવ્ય મિજબાનીનું આયોજન કરાયું. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સંરક્ષણ મંત્રી, કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ ખુશ્કીદળના વડા અફસરો મિજબાની માણી રહ્યા હતા ત્યારે લશ્કરી યુનિફોર્મમાં સજ્જ કેપ્ટન બન્નાસિંહ નામના આમંત્રિત VVIP મહેમાન બંગલાના ઝાંપે ઊભા હતા. સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રૂપ/SPGના જવાનોએ તેમજ દિલ્લી પુલિસે તેમને ત્યાં રોકી રાખ્યા હતા અને અંદર પ્રવેશવાની મનાઇ ફરમાવી દીધી હતી. સુરક્ષાકર્મીઓને કેપ્ટન બન્નાસિંહે પોતાની ઓળખાણ આપી, યુનિફોર્મ પર લાગેલાં શૌર્યપ્રતીક સમાં મેડલ્સ બતાવ્યાં, At-Home મિજબાનીમાં આવવા તેમને આમંત્રણ મળ્યું હોવાનું પણ જણાવ્યું. આમ છતાં બધા પ્રયાસ વ્યર્થ નીવડ્યા. SPGના જવાનોએ તેમજ પુલિસે લગીરે મચક ન આપી. અડધો-પોણો કલાક ચાલેલી રકઝકના અંતે કેપ્ટન બન્નાસિંહ થાક્યા. ભગ્નહ્દયે તેઓ ઝાંપેથી વિદાય લઇ રહ્યા હતા, પણ સદભાગ્યે બન્યું એવું કે કેબિનેટ મંત્રી ડો. ફારુક અબ્દુલ્લાની નજર તેમના પર પડી. કેપ્ટન બન્નાસિંહને તેમણે ઓળખી લીધા, કેમ કે બેઉ વચ્ચે અગાઉ ઘણી વખત રૂબરૂમાં મુલાકાત થઇ હતી. સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા VVIP મહેમાનને ડો. અબ્દુલ્લા આખરે બંગલાની અંદર દોરી ગયા.
ભલું થાય ડો. અબ્દુલ્લાનું કે જેમની નજર કેપ્ટન બન્નાસિંહ પર પડી, નહિતર સેનાસચિવના બંગલે સુરક્ષાકર્મીઓ દ્વારા અવહેલના પામેલા એ નિવૃત્ત ફૌજીએ ઘરભેગા થવું પડ્યું હોત. ભારત માટે એ ઘટના ઓર શરમજનક લેખાત, કેમ કે કેપ્ટન બન્નાસિંહ સામાન્ય ફૌજી ન હતા. પરમવીર ચક્ર વિજેતા હતા. સિયાચીનના મોરચે ૧૯૮૭માં તેમણે પાક હસ્તકની મહત્ત્વપૂર્ણ ચોકીઓ જાનના જોખમે પાછી મેળવી હતી. આ ચોકીઓ ભારતે ગુમાવી હોત તો સિયાચીન પણ ભારતે ગુમાવવું પડ્યું હોત. વીસ હજાર ફૂટ ઊંચેના યુદ્ધમોરચે બન્નાસિંહે જે અપ્રતીમ સાહસ દાખવ્યું તે બદલ પરમવીર ચક્રનો સર્વોચ્ચ ખિતાબ તેમને એનાયત કરાયો હતો. આ ખિતાબની ગરિમા જાળવવી દરેક દેશવાસીની નૈતિક ફરજ હોવા છતાં SPGના જવાનો તેમજ દિલ્લી પુલિસ એ ફરજ ચૂક્યા. માનો કે પરમવીર કેપ્ટન બન્નાસિંહનો તેમને પરિચય ન હતો, પણ એ રિટાયર્ડ ફૌજીના યુનિફોર્મ પર લાગેલાં પરમવીર ચક્ર સહિતનાં સંખ્યાબંધ લશ્કરી મેડલ્સની ઓળખાણ તેમને ન પડે એ કેવું ? મેડલ્સનો અક્ષમ્ય અનાદર તેમણે કર્યો.
પરમવીર ચક્ર ‌વિજેતા કેપ્‍ટન બન્‍ના ‌સિંહ
આ પ્રસંગથી બિલકુલ વિપરિત એવી એક ઘટના થોડીક પૂર્વભૂમિકા સાથે અહીં ટાંકવાનું મન થાય છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન વતી ભારતના અનેક જવાનો લડ્યા હતા, જે પૈકી કુલ ૨૮ ભારતીય સૈનિકોને તેમના સાહસ બદલ બ્રિટિશ તાજે વિક્ટોરિયા ક્રોસ કહેવાતા સર્વોચ્ચ લશ્કરી ખિતાબ વડે નવાજ્યા. આવા એક ભારતીય ફૌજી બીજા વિશ્વયુદ્ધમાં મ્યાનમારના મોરચે જાપાનીઓ સામે જોશભેર લડેલા હવાલદાર ઉમરાવ સિંહ હતા, જેમને ઓક્ટોબર ૧૫, ૧૯૪૫ના રોજ રાજા પંચમ જ્યોર્જે લંડનના બકિંગહામ પેલેસમાં ભારે દબદબા હેઠળ વિક્ટોરિયા ક્રોસ એનાયત કર્યો. વાર્ષિક ૧૬૮ પાઉન્ડનું પેન્શન પણ શરુ કરાવ્યું. (પેન્શનની રકમ વખત જતાં ૧,૩૦૦ પાઉન્ડ થવાની હતી). વાત અહીં પૂરી ન થઇ, બલકે બ્રિટને હવાલદાર ઉમરાવ સિંહ સાથેના લાગણીભર્યા સંબંધોને ઓર આગળ વધાર્યા. જર્મની સામે વિજય મેળવ્યાની ખુશાલીમાં બ્રિટને ૧૯૪૫ પછી લંડનના વેસ્ટમિન્ટર્સ એબી ખાતે વાર્ષિક જે લશ્કરી મિજબાનીઓનું આયોજન કર્યું તે દરેકમાં હવાલદાર ઉમરાવ સિંહને માનપૂર્વક આમંત્રિત કરાતા હતા. બ્રિટનના વિજયદિનની પચાસમી જયંતિ નિમિત્તે ૧૯૯૫માં યોજાયેલી મિજબાની વખતે બન્યું એવું કે વેસ્ટમિન્ટર્સ એબીના ભવ્ય મકાનની સામેના કાર પાર્કિંગથી પગપાળા ચાલીને ૮૦ વર્ષના ઉમરાવ સિંહ રસ્તો પાર કરી રહ્યા હતા ત્યાં બ્રિટનના શાહીકુટુંબનો મોટરકાફલો આવી ચડ્યો. કાફલાની મોટરો નિયત માર્ગે આગળ વધવાને બદલે ઓચિંતી થંભી. એક મોટરમાંથી શાહીકુટુંબના સભ્યો બહાર નીકળ્યા અને હવાલદાર ઉમરાવ સિંહને માનભરી સેલ્યૂટ કરી. થોડી ક્ષણો બાદ બીજી મોટરકારમાંથી બ્રિટનના નાયબ વડા પ્રધાન બહાર આવ્યા. ઉમરાવ સિંહ તરફ તેઓ ગયા અને કહ્યું, ‘Sir, may I have the privilege of shaking hand with the Victoria Cross winner?’. શાહીકુટુંબના સભ્યોને કે પછી નાયબ વડા પ્રધાનને ઉમરાવ સિંહ જોડે ખાસ પરિચય નહિ, પરંતુ એ ફૌજીની છાતી પર શોભતો વિક્ટોરિયા ક્રોસ તેમને માટે અજાણ્યો ન હતો. આ સર્વોચ્ચ ખિતાબની ગરિમા તેમણે પૂરા શિસ્તપૂર્વક જાળવી.
આ જાતનું વાતાવરણ આપણે ત્યાં ક્યારે સર્જાશે ? ઘણી બધી બાબતોમાં આપણે પશ્ચિમી દેશોનું અનુકરણ કર્યું, તો વીર અને વીરગતિ પામેલા સપૂતોનું યોગ્ય મૂલ્યાંકન કરવાની બ્રિટન-અમેરિકા જેવા દેશોની શિસ્તબદ્ધ પરંપરાનું અનુકરણ કેમ કરાતું નથી ? કોણ જાણે ! પરંતુ એટલું ખરું કે આવું અનુકરણ નહિ થાય તો ફિલ્મસ્ટારોના અને ક્રિકેટરોના આપણા દેશમાં પરમવીર કેપ્ટન બન્નાસિંહ અને તેમના જેવા સપૂતો ભુલાઇ જવાના છે
સાભાર ===સફારી

સેક્યુલારિઝમ યાને કે બિનસાંપ્રદાયિકતા

સેક્યુલારિઝમ યાને કે બિનસાંપ્રદાયિકતા શબ્દ આજકાલ એટલો ચગ્યો છે કે લગભગ ૮પ ટકા હિન્દુ વસ્તી ધરાવતા દેશમાં હિન્દુ તરીકે પોતાની ઓળખાણ આપવામાં શરમ, સંકોચ અને નીચાજોણું અનુભવતા હિન્દુઓનો આપણે ત્યાં તોટો નથી. હિન્દુ હોવા છતાં સેક્યુલારિઝમના નામે ફીફાં ખાંડતા રહી બુદ્ધિજીવી હોવાનો મનોમન હરખ અનુભવતા લોકોનો તો આજકાલ રાફડો ફાડ્યો છે. સેક્યુલારિઝમ નામનો વાયરસ સૌ પહેલાં ભારતના પત્રકારોને લાગ્યો અને પછી સમાચાર માધ્યમો મારફત તેનો ચેપ આજે આમ આદમી સુધી ફેલાયો છે. પરિણામે ભાજપના બેનર હેઠળ એકાદ હિન્દુ નેતા ક્યારેક હિન્દુતરફી એકાદ-બે વાક્યો ઉચ્ચારે, એટલે તેનાં બે સ્વાભાવિક રિએક્શનો આવે છે--(૧) પ્રો-હિન્દુ વલણ દાખવવા બદલ મીડિયા તે નેતાને લઇ પડે છે અને પછી દિવસો સુધી કેડો મૂકતું નથી. (૨) સેક્યુલારિઝમથી પીડિત પ્રજા (પોતે હિન્દુ હોવા છતાં) તે નેતાની ઝાટકણી કાઢવામાં પોતાનું ‘બુદ્ધિધન’ ખર્ચવા બેસી જાય છે.

ટૂંકમાં, હિન્દુ હોવું અને હિન્દુ હોવાની વાત છેડવી તે આપણા દેશમાં અપરાધની સમીપ છે. ‘હિન્દુવાદી’નું વણમાગ્યું લેબલ તેને મારી દેવામાં આવે છે. આ લેબલ ત્યાર પછી તેની કાયમી ઓળખાણ બની જાય છે. જુદી રીતે કહો તો ‘એન્ટિ-મુસ્લિમ’ એ તેની કાયમી ઓળખ બને છે. તમે હિન્દુ હોવ એનો મતલબ એવો કદી નથી હોતો કે તમે એન્ટિ-મુસ્લિમ છો--અને છતાં આપણા દેશમાં એ જ પ્રકારનું અર્થઘટન થતું આવ્યું છે. પરિણામે સરેરાશ હિન્દુને પોતે હિન્દુ હોવાની પિછાણ આપવાનો ડર પેસી ગયો છે.
આ ડરને મીડિયાએ તથા કહેવાતા બુદ્ધિજીવી સેક્યુલારિસ્ટોએ વટાવી ખાધો છે અને આજના સરેરાશ હિન્દુને આવતી કાલનો સેક્યુલારિસ્ટ બનાવવા તેઓ મચી પડ્યા છે. ‘હું હિન્દુ છું’ એવું કહેનાર હિન્દુ સામે કાયદાકીય પગલાં લેતી કાનૂની કલમ તેમણે સંસદમાં ઘડાવી નાખી નથી એટલી ગનીમત માનો. બાકી તો લોકશાહીના ભારત દેશમાં એક હિન્દુ તરીકે તમે જીવતા હો તો અફઝલને ફાંસીએ લટકાવવામાં થતા વિલંબ સામે, અવારનવાર થતા બોમ્બ ધડાકાઓ સામે, મુંબઇમાં નિર્દોષોને રહેંસી નાખનાર કસબને જેલમાં મળતા બાદશાહી ઠાઠ સામે, રઘુનાથ તેમજ અક્ષરધામ જેવાં મંદિરો પર થતા આતંકવાદી હુમલાઓ સામે, આતંકવાદ સામે સરકારનાં ઢીલાપોચાં વલણ સામે, ૧૯૮૪ના એન્ટિશીખ હત્યાકાંડના ભોરિંગને ન છંછેડતા મીડિયા સામે અવાજ ઉઠાવવાનો લોકશાહીની રૂએ તમને અધિકાર છે. પણ ક્યાંક ભૂલમાં ‘હું હિન્દુ છું...’ એમ કહેવાની ચેષ્ઠા ન કરશો, કેમ કે આવતી કાલના સેક્યુલારિસ્ટ ભારતમાં એ ગુનો ઠરશે!

Monday, March 17, 2014

આયુર્વેદ નો પ્રારમ્ભ

આયુર્વેદના ઇતિહાસ પર જો નજર નાખીએ તો એની ઉત્‍પત્તિ મહર્ષિ દેવતા બ્રહ્માજી દ્વારા થઇ. જેમણે બ્રહ્મસંહિતાની રચના કરી. કહેવાય છે કે બ્રહ્મસંહિતામાં દસ લાખ શ્‍લોક તથા એક હજાર અઘ્‍યાય હતા, પરંતુ આધુનિક કાળમાં આ ગ્રંથ ઉપલબ્‍ધ નથી.
આયુર્વેદના જ્ઞાનના આદિ સ્ત્રોત વેદને માનવામાં આવે છે. જોકે આયુર્વેદનું વર્ણન ચારોં વેદોંમાં કરવામાં આવ્યું છે, પણ અથર્વવેદ સાથે અધિક સામ્‍યતા હોવાને કારણે મહર્ષિ સુશ્રુતજીએ ઉપાંગ અને મહર્ષિ વાગ્‍ભટ્ટજીએ ઉપવેદને સ્ત્રોત તરીકે ગણાવ્યું છે. મહર્ષિ ચરકજીએ પણ અથર્વવેદ સાથે સૌથી વધુ વિવરણ મળવાને કારણે આયુર્વેદને અર્થવવેદ સાથે જોડ્યું છે.
આ કડીમાં ઋગ્વેદ માં આયુર્વેદને ઉપવેદ સંજ્ઞા આપવામાં આવી છે. મહાભારતમાં પણ આયુર્વેદને ઉપવેદ કહેવામાં આવ્યો છેઢાંચો:તથ્ય. પુરાણોંમાં પણ વર્ણન પ્રાપ્‍ત થાય છે:તથ્ય. બ્રહ્મવૈવર્તપુરાણમાં આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવ્યો :તથ્ય. વાસ્‍તવમાં કોઇપણ વૈદિક સાહિત્‍યમાં આયુર્વેદ શબ્‍દનું વર્ણન મળતું નથી, છતાં મહર્ષિ પાણિનિ દ્વારા રચિત ગ્રંથ અષ્‍ટાધ્‍યાયીમાં આયુર્વેદ શબ્‍દ પ્રાપ્‍ત થાય છે

આયુર્વેદનું સમ્‍પૂર્ણ વર્ણન પ્રમુખ રૂપે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં કરવામાં આવ્યું છે. અન્‍ય સંહિતાઓં જેમ કે કાશ્‍યપ સંહિતા, હરીત સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે, પણ તે સમ્‍પૂર્ણ નથી. અષ્ટાઙ્ગ સંગ્રહ, અષ્ટાઙ્ગ હૃદય, ભાવ પ્રકાશ, માધવ નિદાન ઇત્‍યાદિ ગ્રંથોંનું સૃજન ચરક અને સુશ્રુતને આધાર બનાવી રચના કરવામાં આવી છે. સમય પરિવર્તનની સાથે સાથે નિદાનાત્‍મક અને ચિકિત્‍સકીય અનુભવોને લેખકોએ પોતપોતાના દૃષ્ટિકોણ અને વિચારને અનુકૂળ સમજીને સંસ્‍કૃત ભાષામાં લિપિબદ્ધ કર્યા

૧૨ પ્રકાર ના વરસાદ

. ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા ભીના થાય તેવો નજીવો વરસાદ.
. છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
. ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
. કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
. પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
. નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
. મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
. અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
. મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
૧૧. પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
૧૨. હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

રોગ મુક્તિ માટે મળો

 રોગ થી મુક્તી મેળવવા માટે મળો====                    વૈધ જીતુભાઇ પટેલ                                                     dr .ક્ષમા પટેલ
                                                                         
                                                    kayakalp_deesa@ yahho.in



    કેવુ લાગ્યુ?  અમારુ આ ગાન્ડુ ઘેલુ લખાણ ==== જરા કેતા જાજો   

શિરોધારા ........................ માઈગ્રેન,ખરતા વાળ,અનિન્દ્રા વગેરે માં ઉત્તમોત્તમ પરિણામ આપે છે